દેવભૂમિ દ્વારકા પોલીસ ટીમે હેરોઇન પ્રકરણમાં વધુ બે શખ્સોની ધરપકડ કરી મોરબી : દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી પકડાયેલ હેરોઇન ડ્રગ્સ પ્રકરણમાં ડ્રગ્સના તાર દિલ્હી સુધી જોડાયેલ હોવાનું ખુલ્યું છે. પોલીસે ડ્રગ્સ પ્રકરણમાં નાઇજિરિયન નાગરિક અને એક સલાયાના શખ્સની ધરપકડ કરી ડ્રગ્સકાંડના મૂળ સુધી પહોંચવા તપાસનો દૌર જારી રાખ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાડીનાર મરીન પોલીસ સ્ટેશન ખાતે 300 કરોડથી વધુના હેરોઇન ડ્રગ્સ પ્રકરણમાં નોંધાયેલ ગુન્હા અન્વયે તપાસનો ધમધમાટ ચાલુ રાખવામાં આવ્યો છે અને આ તપાસ અન્વયે ડ્રગ્સકાંડના તાર દિલ્હી સુધી લંબાયેલ હોવાનું તેમજ નાઇજિરિયન નાગરિકની સંડોવણી પણ ખુલતા દેવભૂમિ પોલીસ ટીમે દિલ્હી ખાતેથી માદક પદાર્થ ડ્રગ્સનો જથ્થાની ખરીદીમાં મહત્વનો ભાગ ભજવનાર નાઈજીરીયન ચીજીઓકે અમોસ પૌલ ન્વબરા ઉ.વ.૪૩ રહે.મુએજિજે, ઓસિસિઓમ, નાઈજીરીયા હાલ રહે.શેરી નંબર -૩૫, શજાપુરી, ઉતમ નગર, ન્યુ દિલ્હી – ૧૧૦૦૫૯વાળાને દિલ્હીથી ઝડપી લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત સલાયાથી ખંભાળીયા સુધી માદક પદાર્થની હેરફેર કરનાર આમીન ઓસમાણભાઈ સેતા જા ઉ.વ.૩૯ ધંધો.માછીમારી રહે.જામ સલાયાની પણ ધરપકડ કરવામાં આવી હોવાનું સતાવાર રીતે જાહેર કરાયું છે.