કોરોનામાં અવસાન પામેલા સ્વજનોના મોક્ષર્થે યોજાયેલ ભાગવત કથાની પુર્ણાહુતી હળવદ : હળવદ તાલુકામાં કોરોનામાં અવસાન પામેલા સ્વજનોની સ્મૃતિમાં ભાગવત કથા સત્સંગ સમારોહ યોજાયેલ તેના અંતિમ દિવસે વ્યાસપીઠ ઉપરથી પૂ. સ્વામી ભક્તિનંદજીએ દહેજ પ્રથાની ટીકા કરી સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા દીકરી જ સૌથી મોટો કરિયાવર હોવાનું જણાવ્યું હતું. આજે ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ પ્રસંગે માનવ મહેરામણ ઉમટતા મંડપ સમિયાણો ટૂંકો પડ્યા હતો અને દીકરીના પ્રસંગોનું વર્ણન સાંભળી કથાશ્રવણ માટે આવેલા ભાવિકજનોની આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા હતા.ભાગવત સપ્તાહના અંતિમ દિવસે વ્યાસપીઠ ઉપરથી સ્વામી ભક્તનંદજીએ કહ્યું હતું કે, દહેજ એ સમાજનું કલંક છે માટે દીકરીઓને સંસ્કારરૂપી ધેરેણું આપજો જેથી સારા સંસ્કારરૂપી સારી સંપત્તિથી સારો પરિવાર બનશે.એક બાપની જો કોઈ ચિંતા કરતું હોઈ તો એ એક માત્ર દીકરી જ છે. દીકરી બે કુળ ને તારે છે એટલે જ દિકરીઓને પ્રેમ આપો એને સાથે - સાથે સંસ્કાર આપી શિક્ષિત બનાવો જેથી દીકરીએ સમાજનું આભૂષણ બની રહે. દીકરીઓને પણ ટકોર કરતા સ્વામીજીએ જણાવ્યું હતું કે આપણે કોઈપણ વસ્તુ લેવા જઈએ તો લેતા પહેલા પાંચ જણાને પૂછીએ છીએ.આ તો જીંદગીનો સવાલ છે ત્યારે આપણે આપણા જીવનનો કોઈ પણ નિર્ણય કરીએ ત્યારે આપણા મા-બાપ ને એકવાર ચોક્કસ પુછીએ જેથી જિંદગીભર આપણ ને પસ્તાવાનો વારો ન આવે. હળવદ તાલુકાના કોરોનામા અવસાન પામેલા ૬૦૦થી વધુ સ્વજનોની સ્મૃતિમાં ભાગવત મોક્ષગાથા સત્સંગ સમારોહના અંતિમ દીવસે માનવ મહેરામણ ઉમટીયો હતો.હળવદ શહેરમાં સૌપ્રથમ વાર મહાપવિત્ર પિતૃમાસ ભાદરવા માસમાં માતૃ પિતૃ ઋણ સ્મરણાર્થે,પિતૃ મોક્ષાર્થે સ્વામિનારાયણ સંતસંગ મંડળ અને સમસ્ત હળવદ શહેરના વિવિધ ધાર્મિક સંગઠનો, સંસ્થાઓ,સમાજના આગેવાનો, શ્રેષ્ઠીઓ,સેવાભાવી સંગઠનો, તમામ જ્ઞાતિના આગેવાનોના સહિયારા પુરુષાર્થથી હળવદ શહેરના આંગણે સૌ પ્રથમવાર શ્રીમદ ભાગવત મોક્ષ ગાથા સપ્ત રાત્રીય સત્સંગ સમારોહ કથાનું રસપાન વિદ્વાન નવ યુવાન વક્તા પૂ. ભક્તિનંદનદાસજી સ્વામી સ્વામિનારાયણ મંદિર (જૂનું ટાવર વાળુ) હળવદ દ્વારા પોતાની આગવી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી શ્રોતાઓને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. કથા પારાયણના મુખ્ય યજમાનપદે પાટીદાર સમાજના આગેવાન જશુભાઈ પટેલ આસ્થા સ્પીન્ટેશ ગ્રુપ હળવદ પરીવાર રહ્યો હતો. આ કથામાં રામ જન્મોત્સવ,શ્રી કૃષ્ણ જન્મોત્સવ,રૂક્ષ્મણી વિવાહ જેવા વિવિધ પ્રસંગો ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યા હતા ભાગવત કથામાં શ્રી રૂક્ષ્મણી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આબેહુબ પ્રભુજીના ભવ્ય દિવ્ય વિવાહની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ઢોલ નગારા અને ડીજે ફટાકડાની રમઝટ વચ્ચે વાજતે - ગાજતે જાન પરણવા આવી હતી જેના સામૈયા કરવામાં આવ્યા હતા. ધામધૂમપૂર્વક લગ્ન ઉત્સવ મનાવ્યો હતો. કથાના છેલ્લા દીવેસે મૃતકોના સ્મરણાર્થે પિતુયજ્ઞ રાખવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સ્વામીનારાયણ સત્સંગ સમાજ,હળવદ તેમજ શહેરના તમામ ધાર્મિક સંગઠનો સમાજના આગેવાનો તમામ જ્ઞાતિના આગેવાનો સમાજ શ્રેષ્ઠીઓ ભારે જહેમત ઉઠાવી હતી. દરરોજ ૫૦૦૦ હજારથી વધુ હરીભક્તો કથાનું શ્રવણ કરવા આવતા હતા.