ટંકારા તાલુકાના સજનપર ધુનડા ગામે રહેતી માનુબેન શિવાભાઈ રાઠોડ (ઉ.75) આજે વહેલી સવારે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર દાઝી જતા સારવાર અર્થે ટંકારા સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. જયાં સારવાર દરમિયાન જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ટંકારા તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.