મોરબી : મોરબીના ઘુટું ગામમાં સમસ્ત રામાનંદી સાધુ સમાજ હરિ ઓમ પાર્ક સોસાયટી દ્વારા જગદ્દગુરૂ રામાનંદાચાર્યજી મહારાજની 724મી જન્મજયંતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સંતોના સામૈયા કરવામાં આવ્યા હતા તેમજ ભવ્ય શોભાયાત્રા પણ નીકળી હતી. આ સાથે જ સંતો-મહંતોના આર્શીવચન તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય ઉજવણીમાં બહોળી સંખ્યામાં ઘુટું ગામના ધર્મપ્રિય લોકો ઉપસ્થિત રહ્યા હતા.