મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામે આવેલ લિવેન્ઝા ગ્રેનિટા સિરામિકને આંગણે આજે તા. 25ને ગુરુવારના રોજ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) દ્વારા સત્સંગ અને પધરામણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમ જેતપુર રોડ પર સર્વે નંબર 431 ખાતે સાંજે 6 કલાકે યોજાશે. જેનો લાભ લેવા આ કાર્યક્રમના આયોજક એવા લીવેંઝા ગ્રેનિટા એલ.એલ.પી. દ્વારા હરિભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.