મોરબી : જાગા સ્વામી મિત્ર મંડળ, સમસ્ત મોચી સમાજ મોરબી દ્વારા સંત પૂ. લાલા બાપાની ૭૯મી તિથિની ઉજવણી દર વર્ષે ધામધૂમથી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના વાઇરસના કારણે સરકારના આદેશને અનુસરીને આ તિથિની ઉજવણી રદ કરેલ હતી. આજે ૧૪/૦૪/૨૦૨૦ ના રોજ જાગા સ્વામી મિત્ર મંડળ, સમસ્ત મોચી સમાજ મોરબી દ્વારા સંત પૂ. લાલા બાપાની ૭૯મી તિથિની ઉજવણીના ભાગરૂપે મોરબીના મોચી સમાજના પરિવારજનોએ ઘરે આરતી અને પૂજન કરેલ અને કોરોના મહામારી સમગ્ર ભારતમાંથી ઝડપથી દુર થાય એ માટે પ્રાર્થના કરવામાં આવેલ હતી. તેમ જાગા સ્વામી મિત્ર મંડળ મોરબીના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ નાગરની યાદીમાં જણાવવામા આવ્યું છે.