સાહિલને છોડાવવાના પ્રયાસ રૂપે તેમના વકીલ યુક્રેન પહોંચ્યા, વિડીયો કોલમાં માતા-પુત્ર રડી પડ્યાhttps://youtu.be/CeaNglbgqUw?si=5nJ-QEUp-Cl9Gwkpમોરબી : રશિયન સેનામાં સામેલ થયા બાદ યુક્રેનમાં સરેન્ડર કરી ત્યાં બંદી બનેલા મોરબીના સાહિલ માજોઠી નામના યુવાનને ત્યાંથી છોડાવવાના પ્રયત્નો હાલ ચાલુ છે. તેવામાં એક વર્ષ જેટલા લાંબા સમય બાદ સાહિલની તેના માતા સાથે વિડીયો કોલમાં વાત થઈ હોવાનું જાણવા મળ્યું છે. મૂળ મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારનો રહેવાસી સાહિલ માજોઠી નામનો યુવાન રશિયામાં અભ્યાસ કરવા માટે ગયો હતો. ત્યાં તે કુરિયર સર્વિસમાં જોબ કરતો હોય આ દરમિયાન કુરિયરમાં મોકલાયેલ પાર્સલની અંદર ડ્રગ્સ નીકળતા રશિયાની પોલીસે તેની ધરપકડ કરી હતી. બાદમાં રશિયાની જેલમાં તેને બંધ કરીને ડ્રગ્સના કેસમાં તેને સજા આપવામાં આવી હતી. બાદમાં તેને પ્રલોભનો આપી રશિયન સેનામાં સામેલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ યુક્રેનની બોર્ડર ઉપર તેને યુક્રેન સમક્ષ સરન્ડર કર્યું હતું. હાલ સાહિલ યુક્રેનમાં બંદી છે. ત્યારે તેને પરત લાવવા માટે થઈને તેની માતા હસીનાબેન માજોઠી દ્વારા રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને દિલ્હી હાઇકોર્ટ સુધીના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.જેના ભાગરૂપે હાલમાં તેઓના દિલ્હી હાઇકોર્ટના વકીલ દીપા જોસેફ યુક્રેન ખાતે પહોંચ્યા છે. તેઓએ ત્યાં સાહિલ સાથે મુલાકાત કરી હતી. તેઓએ સાહિલની તેની માતા સાથે વોટ્સએપ કોલથી વાત કરાવી હતી. બન્ને વચ્ચે અંદાજે 18 મિનિટ વાતચીત ચાલી હતી. આ દરમિયાન બન્ને ફોન ઉપર ભાવુક થઈ રડી પડ્યા હતા.આ અંગે સાહિલના માતા હસીનાબેન માજોઠીએ જણાવ્યું કે સાહિલનો ડ્રગ્સ કેસ પણ ક્લિયર થઈ ગયો છે. વિડીયો કોલમાં વાત થઈ ત્યારે સાહિલે કહ્યું કે ત્યાં ખાવા-પીવાનું સારું મળે છે. તે ત્યાં ઠીક છે. અગાઉ તેની તબિયત બગડી હતી. પણ ત્યાં લોકોએ તેની સારવાર કરાવી હતી. અહીંની ગર્વમેન્ટ તેને ભારતને સોંપવામાં પોઝિટિવ છે.