મોરબી : મોરબી તાલુકાના કેરાળા હરિપર ગામની સીમમાં જીતેન્દ્રભાઇ ચારોલાની વાડીએ ખેતમજૂરી કામ કરતી લલીતાબેન કમલેશભાઇ મકવાણા, ઉ.16 નામની સગીરાએ વાડીની બાજુમા આવેલ બીજી વાડીમા લીમડાના ઝાડ સાથે દોરડા વડે ગળે ફાંસો ખાઇ લેતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે વાડી માલિકે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.