વાંકાનેર : વાંકાનેરના આરોગ્યનગરમાં રહેતી સગીરાએ કોઈ કારણોસર ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આ બનાવની વાંકાનેર સીટી પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના આરોગ્યનગર વિસ્તારમાં રહેતી મનીષાબેન કાનજીભાઈ સોલંકી (ઉ.વ.16) નામની સગીરાએ ગઈકાલે તા.9 ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. બાદમાં તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેણીનું મોત નીપજ્યું હતું. વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.