મોરબીના પીપળી ગામ નજીક આવેલ સીરામીક કારખાનાની ઓરડીમાં સગીરાએ ફાંસો ખાધો મોરબી : મોરબીના પીપળી ગામ નજીક આવેલ સીરામીક કારખાનાની ઓરડીમાં રહેતી સગીરાએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પોલીસની પ્રાથમિક તપાસમાં ભાવિ ભરથારે રસોઈ બાબતે ઠપકો આપતા સગીરાએ આપઘાત કરી લીધો હોવાનું ખુલ્યું છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશની વતની અને હાલ મોરબીના પીપળી ગામની સીમમાં આવેલ સેલીક્ષ સીરામીક મજુરની ઓરડીમાં રહેતી કાલીબેન મુનાભાઇ વાખલા (ઉ.વ. ૧૭) નામની સગીરાએ ગઈકાલે પોતાની ઓરડીમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આથી તેણીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવની જાણ થતાં તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ મૃતક કાલીબાઇની સગાઇ છેલ્લા એકાદ વર્ષ પહેલા કુંજલા ઉર્ફે રાકેશ સાથે નક્કી કરેલ હોય છેલ્લા એકાદ વર્ષથી તેમના વતનમા તથા છેલ્લા ચાર-પાંચ દિવસથી સેલીક્ષ સીરામીકમા તેની સાથે ઘરકામ તથા રશોઇ કામ કરવા માટે આવેલ હોય જેથી સગીરાને કુંજલા ઉર્ફે રાકેશે રસોઇ બનાવવા બાબતે ઠપકો આપતા કહેલ કે તુ ટાઇમ પર રસોઇ કેમ બનાવી આપતી નથી. જેથી તેને મનોમન લાગી આવતા સગીરાએ પોતે પોતાની જાતે પોતાના રૂમમા છતમા લગાડેલ પતરાની એંગલમા ગમચો તથા ચુદડી બાંધી ગળેફાસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ બનાવની નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..