વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં બનેલો બનાવ વાંકાનેર : વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતી સગીરાએ ગળેફાંસો ખાઈને મોતની સોડ તાણી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરની ભાટીયા સોસાયટી જલારામ જીન પાછળ રહેતી સારાબેન મહેબુબભાઇ ધણીયા (ઉ.વ. ૧૬) નામની સગીરાએ ગઈકાલે તા ૨૪ ના રોજ પોતાના ઘરે કોઇ કારણોસર ગળેફાંસો ખાઇ લેતા તેણીનું મોત નીપજ્યું હતું. બાદમાં સગીરામાં મૃતદેહને પીએમ અર્થે વાંકાનેરની સરકારી હોસ્પીટલમાં ખસેડાયો હતો. આ બનાવની જાણ થતાં વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. મણીલાલ એમ.ગામેતી ચલાવી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..