મોરબી : મોરબી તાલુકામાં ધુળકોટ (આમરણ) ગામમાં રહેતા સગીરે ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યું હતું. ગઇકાલે તા.20 ના રોજ ધુળકોટ ગામમા દિનેશભાઇ હાબુભાઇ (ઉ.વ. 15) એ અશોકભાઇ અરજણભાઇ વેગડની વાડીયે કોઇ કારણસર ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું. જેની ડેડ બોડીનું મોરબીની સરકારી હોસ્પિટલમાં પી.એમ. કરવામાં આવ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધ કરવામાં આવે છે.