બોગસ સોગંદનામુ અને વારસાઈ આંબો તૈયાર કરવાના પ્રકરણમાં અગાઉ એક તત્કાલીન તલાટીની પણ કરાઈ હતી ધરપકડમોરબી : માળીયા મિયાણા તાલુકાના સરવડ ગામે બોગસ સોગંદનામા અને બોગસ વારસાઈ આંબાને આધારે બોગસ ખેડૂત ખાતેદાર બની ગયા હોવાના બનાવમાં સીઆઇડીએ આગા7 સરવડ ગામના પૂર્વ તલાટી કમ મંત્રીની ધરપકડ કર્યા બાદ હવે તેમાં સાગર ફુલતરિયાની પણ સંડોવણી ખુલી છે. તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે કાલે મંગળવાર સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રહેવાસી કે.ડી.પંચાસરા ઉર્ફે લંકેશ નામના વ્યક્તિએ મોરબી જિલ્લા કલેકટરને લેખિત ફરિયાદ કરી સરવડ ગામના રહેવાસી મહેશ પ્રભાશંકર રાવલે વર્ષ 2022મા ખોટું સોગંદનામું, ખોટો વારસાઈ આંબો બનાવી પોતાની સગી પુત્રી ન હોવા છતાં પણ મોરબીમાં રહેતા હંસાબેન નામના મહિલાને સોગંદનામામાં તેમજ વારસાઈ આંબામાં પુત્રી તરીકે દર્શાવી બોગસ ખેડૂત ખાતેદાર બનાવ્યા હોવાની ફરિયાદ કરતા બનાવ અંગે જિલ્લા કલેકટર મોરબી અને માળીયા મિયાણા મામલતદારે તપાસ કરી હતી. જે તપાસના અંતે માળીયા મામલતદારે સરવડ ગામના તલાટી કમ મંત્રીને ફોજદારી ફરિયાદ નોંધાવવા આદેશ આપતા માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.આ પ્રકરણમાં સીઆઇડી ક્રાઇમે સરવડ ગામના પૂર્વ તલાટી કમ મંત્રી આરોપી ભરતભાઇ દેવજીભાઈ ખોખર રહે. મેલડી કૃપા, કન્યા છાત્રાલય પાછળ યદુનંદન-22 મોરબી વાળાની ધરપકડ કરી હતી. ત્યારબાદ આ પ્રકરણમાં વજેપર જમીન કૌભાંડના આરોપી સાગર ફુલતરીયાની પણ સંડોવણી ખુલતા તેને માળિયા કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આવતીકાલે મંગળવાર સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.