વાંકાનેર તાલુકા પંચાયતમાં 24 પૈકી 13 બેઠક ઉપર ભાજપનો વિજય : કોંગ્રેસને 11 બેઠક મોરબી : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે મોરબી જિલ્લામાં અનેક ઇતિહાસ સર્જાવાની સાથે આઝાદી બાદ પ્રથમ વખત જ વાંકાનેર તાલુકા પંચાયતમાં સતાના સૂત્રો હાંસલ કરવામાં ભાજપને સફળતા મળી છે.આજે હાથ ધરવામાં આવેલી મતગણનામાં તાલુકા પંચાયતની કુલ 24 બેઠકો પૈકી 13 બેઠકો ભાજપને ફાળે જતા સ્પષ્ટ બહુમત સાથે ભાજપનો ભગવો લહેરાયો છે. લોકસભા,વિધાનસભા ચૂંટણી હોય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં હર હંમેશ કોંગ્રેસનો હાથ ઉપર રહે છે ખાસ કરીને વાંકાનેર શહેરને બાદ કરતા ગ્રામ્ય વિસ્તારમાં ભાજપને બહુમતી મળતી નથી પરંતુ સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં આઝાદીકાળ બાદ પ્રથમ વખત મતોનું ધ્રુવીકરણ થયું હોવાના આંકડા સામે આવ્યા છે આજે મતગણતરીમાં ભારે ઉત્તર ચડાવ વચ્ચે કુલ 24 બેઠકો પૈકી 13 બેઠક ભાજપને અને 11 બેઠક કોંગ્રેસને ફાળે ગઈ હતી. ઉલ્લેખનીય છે કે વર્ષ 2015માં યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠકો પૈકી 17 બેઠક કોંગ્રેસને 5 બેઠક ભાજપને અને એક બેઠક અપક્ષ ઉમેદવારને મળી હતી પરંતુ આ વખતેના ચૂંટણી પરિણામો જોતા અહીં લોકોએ મોંઘવારી-ખેડૂત આંદોલન સહિતના મુદાઓને કોરાણે મૂકી ભાજપના વિકાસના મુદ્દાને સ્વીકાર્યો છે અને આ પરિણામો જોતા આગામી વિધાનસભા ચૂંટણીમાં પણ અહીં ભાજપની સ્થિતિ સુધરે તેમ હોવાનું રાજકીય પંડિતો જણાવી રહ્યા છે. વાંકાનેર તાલુકા પંચાયતના બેઠક વાઈઝ વિજેતા ઉમેદવારોની યાદી 1-અરણીટીંબા-સુરેશભાઇ અલખાજી બલેવિયા-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ-2953-ચુંટાયેલ 2-ચંદ્રપુર-રુકસાના ઇસ્માઇલભાઇ શેરસીયા-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ-1971-ચુંટાયેલ 3-ચિત્રાખડા-દેવુબેન રમેશભાઇ કાંજીયા-ભારતીય જનતા પાર્ટી-2239-ચુંટાયેલ 4-ઢુવા-દેવુબેન હનુભાઇ વિંજવાડીયા-ભારતીય જનતા પાર્ટી-1463-ચુંટાયેલ 5-ગાંગીયાવદર-લક્ષ્મણભાઇ ધનજીભાઇ ધોરિયા-ભારતીય જનતા પાર્ટી-2103-ચુંટાયેલ 6-ગારીયા -યુનુસભાઇ જીવાભાઇ શેરસીયા-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ-2341-ચુંટાયેલ 7-હશનપર-જેરામભાઇ દેવાભાઇ નંદેસરીયા-ભારતીય જનતા પાર્ટી-1652-ચુંટાયેલ 8-જેતપરડા-રણજીત નાનજીભાઇ વીરસોડીયા-ભારતીય જનતા પાર્ટી-1849-ચુંટાયેલ 9-કણકોટ -મહીપાલસિંહ નિર્મલસિંહ જાડેજા-ભારતીય જનતા પાર્ટી-1929-ચુંટાયેલ 10-ખખાણા -દિપક જીણાભાઇ ગોધાણી--ભારતીય જનતા પાર્ટી--1606-ચુંટાયેલ 11-કોઠી -વાલજીભાઇ રાઘવભાઇ ચૌહાણ-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ-2193-ચુંટાયેલ 12-લુણસર-કિરીટભાઇ નાનજીભાઇ વસીયાણી-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ-1681-ચુંટાયેલ 13-મહીકા -ફાતુબેન યુનુસભાઇ શેરસીયા-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ-2820-ચુંટાયેલ 14-માટેલ-ભુમિકાબેન અજય વિંજવાડીયા-ભારતીય જનતા પાર્ટી-2446-ચુંટાયેલ 15-મેસરીયા -પાયલબેન ભરતભાઇ બેડવા-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ-2064-ચુંટાયેલ 16-પંચાસર-વર્ષાબેન ધર્મેન્દ્રસિંહ ઝાલા-ભારતીય જનતા પાર્ટી-2691-ચુંટાયેલ 17-પંચાસીયા-જસ્મીન જાહિદ બ્લોચ-ભારતીય જનતા પાર્ટી-3020-ચુંટાયેલ 18-પીપળીયા રાજ -અમીનાબેન હુસેનભાઇ શેરસિયા-ભારતીય જનતા પાર્ટી-1782-ચુંટાયેલ 19-રાજાવડલા -રોશનબેન પરવેઝભાઇ શેરસીયા-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ-2862-ચુંટાયેલ 20-રાતડીયા -જીજ્ઞાસાબેન રાજેશકુમાર મેર-ભારતીય જનતા પાર્ટી-2329-ચુંટાયેલ 21-રાતીદેવળી-રોશનબેન ઉસ્માનભાઇ માથકીયા-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ-2369-ચુંટાયેલ 22-સરધારકા-કૈલાસબા હરીસિંહ ઝાલા-ભારતીય જનતા પાર્ટી-2411-ચુંટાયેલ 23-સિંધાવદર -કુલસુમબાનુબેન ઉસ્માનગની પરાસરા-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ-2320-ચુંટાયેલ 24-તિથવા -રહીમ જલાલ ખોરજીયા-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ-1766-ચુંટાયેલ