લોકોને કાર્બન મુક્ત કુદરતી રીતે પકવેલી કેસર કેરી વ્યાજબી ભાવે મળી રહે અને ખેડૂતોને સીધો લાભ થાય તે માટે બે સ્થળે ચાલતું ખેડૂત વેચાણ કેન્દ્ર મોરબી : હાલના ઉનાળાની કાળઝાળ ગરમીમાં કેરીની સિઝન ચાલી રહી છે. ત્યારે નફાખોર લાલચુ વેપારીઓને કારણે કાર્બનથી પકવેલી કેરીઓ મોટા પ્રમાણમાં મળતી હોવાની વારંવાર બુમરાણ ઉઠે છે. કાર્બનથી પકવેલી કેરીઓ લોકોના આરોગ્ય માટે અતિ જોખમી હોય છે. ત્યારે લોકોને એકદમ શુદ્ધ અને કુદરતી રીતે પકવેલી કેરી મળે અને ખેડૂતોને પણ સીધો ફાયદો થાય એવા હેતુસર મોરબીમાં બીજી વખત તાલાલાની આંકોલવાડીના ખેડૂતોની મંડળી દ્વારા કેસર કેરીનું બે સ્થળે ખેડૂત વેચાણ કેન્દ્ર શરૂ કરાયું છે. આ 20 ખેડૂતો વતી એક ખેડૂત મોરબીમાં કાર્બન ફ્રી કેરી વેચવા આવ્યા છે. મોરબીના શનાળા રોડ પર અને રવાપર રોડ પર એમ બે સ્થળે તાલાલાના આંકોલવાડીની કેસર અમૃત બાગાયત જૂથ 20 ખેડુતોની મંડળી દ્વારા શુદ્ધ કેસર કેરીના વેચાણ માટે ખેડૂત વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આ 20 ખેડત વતી ભાવિતભાઈ વેકરીયા કાર્બન ફ્રી કેસર કેરીનું વેચાણ કરવા આવ્યા છે. તાલાલા આંકોલવાડીના 20 ખેડૂતોની મંડળી જાતે જ ઉત્પાદિત થયેલા કેરીનું વેચાણ કરીને સીધો નફો મેળવે છે. માર્કેટ યાર્ડમાં વેચવા જાય તો યોગ્ય રીતે નફો મળતો નથી. તેથી, 20 ખેડૂતોએ આ મંડળી શરૂ કરીને સીધું જ બજારમાં કેરીનું વેચાણ કરીને નફો મેળવે છે. એ ખેડૂતોનો વધુ નફો મેળવી લેવાનો કોઈ હેતુ નથી. લોકોને એકદમ કુદરતી રીતે પકવેલી કાર્બન ફ્રી કેરી મળે અને પાકના ઉત્પાદન માટે કરેલી મહેનતનું યોગ્ય વળતર મળે તે માટે બજાર ભાવ પ્રમાણે જ કેરીનું વેચાણ થાય છે. જેમાં વીસ ખેડૂતો તેમને કેરીનો માલ મોકલાવે છે અને તેનું વેચાણ કરી આપે છે. જેમાં જે નફો થાય તે ખેડૂત મંડળીને જ આપી દેવાનો હોય છે. એથી, ખેડૂતોને સીધો લાભ મળે છે. આ ખેડૂતો વતી વહીવટ કરવા માટે કોઈ જોઈએ એટલે તેઓ ખેડુતો વતી મોરબીમાં કેરી વેચવા આવ્યા છે. આ કેસર કેરી એકદમ કુદરતી રીતે પકવેલી છે અને કાર્બન ફ્રી છે. એટલે જન આરોગ્ય એકદમ હેલ્ધી રહે છે. તેઓના જણાવ્યા મુજબ અત્યારે કોરોનાને લીધે માર્કેટ થોડું ડીમ છે અને હજુ લેરી સસ્તી મળશે તેવું વિચારે છે. અને કાર્બન વગરની કેરી માંગી રહ્યા છે. જે અમારી પાસે છે. હાલ બે જગ્યાએ મોરબીમાં ખેડૂતો દ્વારા સીધું જ કેરીનું વેચાણ કેન્દ્ર ચાલુ છે. જેનો લાભ લેવા ઈચ્છતા શહેરીજનો બેન પીયાટોસ લવકુશ કોમ્પ્લેક્સ, રવાપર રોડ, મોરબી મો. 99793 74848 તેમજ ઓરેવા હાઉસની સામે, માર્કેટીંગ યાર્ડની બાજુમાં, શનાળા રોડ, મોરબી મો. 97731 79380 પર કોન્ટેક કરવા જણાવ્યું છે.