માર્કેટ ચોક નજીક ઘટના : પાછળનો કાચ રસ્તા વચ્ચે પડી ગયો છતાં ડ્રાઇવર કંડકટર બેખબર વાંકાનેર : વાંકાનેર શહેરમાં આજે ભરબજારે સલામત સવારી એસટી અમારી સૂત્રની હાંસી ઉડી હતી. મોરબી રૂટની એક બસમાંથી પાછળનો કાચ અને રૂટનું બોર્ડ માર્કેટ ચોકમાં ખરી પડવા છતાં એસટીના ડ્રાઇવર કે કંડકટરને જાણ સુધા ન હતી. વાંકાનેર શહેરના માર્કેટ ચોક નજીકથી પસાર થઇ રહેલી સલામત સવારીનો પાછળનો કાચ અને મોરબી-રાજકોટ લખેલું રૂટ બોર્ડ નીકળીને રસ્તા ઉપર પડી ગયું હોવા છતાં ડ્રાઇવર કંડકટર બસ હંકારીને જતા રહ્યા હતા. જો કે પાછળથી કોઈ વ્યક્તિ કાચ અને રૂટ બોર્ડ લઈ રવાના થઇ ગઈ હતી. સદનસીબે આ ઘટના ઘટી ત્યારે પાછળની તરફ નાના-મોટા કોઈ વાહન ન હોય જાનહાની કે ઇજાનો બનાવ બનતા અટક્યો હતો.