હળવદ પોલીસે ઉદયપુર - મોરબી રૂટની બસ ચેક કરી દારૂની હેરફેર કરતા ઘુંટુ ગામના શખ્સને દબોચ્યોહળવદ : સલામત સવારી એસટી અમારી સૂત્ર મુજબ મોરબી - ઉદયપુર બસમાં બેસી રાજસ્થાનથી વિદેશી દારૂની બે પેટી એટલે કે 24 બોટલ લઈને આવી રહેલા મોરબીના ઘુંટુ ગામના શખ્સને હળવદ પોલીસે સરા ચોકડી નજીકથી બાતમીને આધારે એસટી બસમાથી ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસને મળેલી બાતમીને આધારે સરા ચોકડીએ વોચ ગોઠવી ઉદેયપુરથી મોરબી આવી રહેલ એસટી બસ ચેક કરતા બસની છેલ્લી સીટમાં બેઠેલા આરોપી માનવ ઉર્ફે કાનો પ્રવીણભાઈ સોરીયા રહે.ઘુંટુ ગામ વાળાને ચેક કરતા પગ પાસે પડેલા થેલામાંથી વિદેશી દારૂની 24 બોટલ મળી આવતા પોલીસે રૂપિયા 8400નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.