મોરબી : રેલવે પ્રશાસન દ્વારા સાબરમતી-જેસલમેર-સાબરમતી એક્સપ્રેસને 01 ઓક્ટોબર 2023 થી તથા ઓખા-જયપુર સાપ્તાહિક એક્સપ્રેસને 02 ઓક્ટોબર 2023 થી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનો તરીકે સંચાલિત કરવામાં આવશે. સાથે જ આ ટ્રેનોના નંબરોમાં પરિવર્તન પણ કરવામાં આવી રહ્યું છે. જે આ પ્રકારે છેઃ1. ટ્રેન નંબર 14803/14804 જેસલમેર-સાબરમતી-જેસલમેર એક્સપ્રેસ ટ્રેન 10 જાન્યુઆરી 2024 થી નવા નંબર 20491/20492 જેસલમેર-સાબરમતી-જેસલમેર સુપરફાસ્ટ એક્સપ્રેસ તરીકે સંચાલિત થશે.2. ટ્રેન નંબર 19573/19574 ઓખા-જયપુર-ઓખા એક્સપ્રેસ ટ્રેન 02 ઓક્ટોબર 2023 થી નવા નંબર 20951/20952 ઓખા-જયપુર-ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ તરીકે સંચાલિત થશે.