વાંકાનેર : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ઢુઢેર ગામના ગરીબ પરિવારની ૧૪ માસની બાળકી પર બે દિવસ પૂર્વ અનુપમ સીરામીકના કર્મચારી દ્વારા દુષ્કાર્મ આચરવામાં આવ્યું તેના વિરોધમા વાંકાનેરમાં સમસ્ત કોળી સમાજ દ્વારા વાંકાનેર તાલુકા પંચાયત ખાતેથી આજે સાંજે 4 વાગ્યે બાઈક રેલી યોજી સેવા સદન ખાતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે. આ ઉપરાંત ગઈકાલે વાંકાનેર રાજકોટ રોડ પર આવેલ વેલનાથ બાપુના મંદિર ખાતે સમસ્ત કોળી સમાજના આગેવાનો તેમજ યુવાનો દ્વારા કેન્ડલ માર્ચ યોજી પીડિત બાળકીના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ તકે મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને પીડિત બાળકીના સ્વાસ્થ્યમાં સુધારો આવે તેવી પ્રાર્થના કરી હતી. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='33732,33731']