મોરબી : મોરબી શહેરમાં એસ. આર. પંપ પાસેની સોસાયટીઓમાં ભૂગર્ભ ગટરના પાણી ઘરોમાં ભરાઈ જવા બાબતે સ્થાનિકો વતી જાગૃત નાગરિક મોનિકા ગોલતરે નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે. આ રજૂઆતમાં તેઓએ જણાવ્યું છે કે એસ. આર. પંપ પાસેની સોસાયટીઓમાં આવેલ ભૂગર્ભ ગટરમાં વરસાદી પાણીના જવાના લીધે ગટરમાં કચરો ફસાઈ ગયો છે. જેના લીધે લીધે ગટરમાંથી પાણી ઉભરાય છે. અને તેવા ગંદા પાણી રસ્તા પર ફરી વળ્યા છે તેમજ ઘરોમાં ઘૂસી ગયા છે. જે બાબત આરોગ્યને હાનિ પહોંચાડે તેવી છે. આ અરજીને ધ્યાનમાં લઈ તાત્કાલિક સમસ્યાનું નિવારણ લાવવા અપીલ કરવામાં આવેલ છે.