મોરબી: શિયાળાની શરૂઆત થતાં જ મોરબીમાં યાયાવર પક્ષીઓનું આગમન થવા લાગ્યું છે. ત્યારે રશિયાથી આવેલ 'Short-eared Owl' (શોર્ટ-ઇયર્ડ ઘુવડ) મોરબીના મચ્છુ ડેમ પાસે જોવા મળ્યું છે. નેચરાલિસ્ટ ભવ્ય વામજાએ આ દુર્લભ મહેમાનનો ફોટોગ્રાફ ક્લિક કર્યો હતો. આ પક્ષી નિરીક્ષણ દરમિયાન પક્ષી નિષ્ણાત પ્રસાદ ગણપુલે અને અશોક મશરૂ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઘટના પક્ષી પ્રેમીઓ અને નેચરાલિસ્ટ સમુદાય માટે ઉત્સાહનો વિષય બની છે.