ટંકારા પોલીસ ત્રાટકી, રોકડા રૂ.૪૦,૫૦૦ કબ્જે ટંકારા : ટંકારા પોલીસ સ્ટાફે બાતમીના આધારે ગઈકાલે લજાઈ ગામથી ભરડીયા તરફ જવાના રસ્તે પાવન પેકેજીંગ નામના કારખાનાની પાછળ ચાલતા જુગારધામ દોરોડો પાડયો હતો. પોલીસે આ સ્થળે જુગાર રમતા છ શખ્સોને રંગેહાથે ઝડપી લઈને રોકડા રૂ.૪૦૫૦૦ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી. આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે લજાઈ ગામથી ભરડીયા તરફ જવાના રસ્તે પાવન પેકેજીંગ નામના કારખાનાની પાછળ ધમધમતા જુગારધામ ઉપર દોરોડો પાડ્યો હતો. પોલીસે આ ખુલ્લી જગ્યામાં ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતિનોનો જુગાર રમતા આરોપીઓ કેતનભાઈ રમેશભાઈ જાકાસણીયા, હાર્દિકભાઈ જયંતિભાઈ જાકસણીયા, ચેતનભાઈ કાંતિલાલ બજાણીયા, ભરતભાઈ પ્રેમજીભાઈ ઘોડાસરા, નિર્મળભાઈ રાયધનભાઈ હુંબલ, ઉમેશભાઈ મોહનભાઈ પનારાને રંગેહાથે ઝડપી લીધા હતા. પોલીસે આ સ્થળ ઉપરથી રોકડા રૂ.૪૦,૫૦૦ કબ્જે લઈ તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.