સેવા ભારતી મોરબી શાખા દ્વારા આંબેડકર ઉપનગરમાં બહેનોને રોજગારી આપવા બ્યુટી પાર્લર તાલીમ કેન્દ્ર શરૂ કરાયુંમોરબી: સેવા ભારતી ગુજરાત સલગ્ન ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ (રાજકોટ) – મોરબી શાખા દ્વારા સેવા વિભાગ મોરબીના ઉપક્રમે મોરબી નગરના આંબેડકર ઉપનગર, લાયન્સ નગર ખાતે 'રૂકમણી સૌંદર્ય કૌશલ્ય કેન્દ્ર'નો શુભ પ્રારંભ કરવામાં આવ્યો છે.આ કેન્દ્ર શરૂ કરવાનો મુખ્ય હેતુ સમાજના વંચિત અને જરૂરિયાતમંદ વર્ગની બહેનોને કૌશલ્ય આધારિત તાલીમ આપીને આત્મનિર્ભર બનાવવાનો છે. આ કેન્દ્રમાં બહેનોને સૌંદર્ય પ્રસાધન (બ્યુટી પાર્લર) સંબંધિત સંપૂર્ણ તાલીમ આપવામાં આવશે, જેના દ્વારા બહેનો સ્વરોજગાર મેળવી આર્થિક રીતે સશક્ત બની શકશે.શુભારંભ પ્રસંગે મોરબી જિલ્લા સેવા પ્રમુખ ડૉ. જયદીપભાઈ કાંઝારિયાએ સેવા ભારતીના વિવિધ સેવા પ્રકલ્પોની માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે સમાજના અંતિમ વ્યક્તિ સુધી સેવા પહોંચાડવાના ધ્યેય સાથે આવા કૌશલ્ય કેન્દ્રો કાર્યરત કરવામાં આવી રહ્યા છે.આ કાર્યક્રમમાં નરેન્દ્રભાઈ દસાડિયા, આંબેડકર ઉપનગર જાગરણ શ્રેણીના કાર્યવાહ જયદીપભાઈ ભગત, હરિભાઈ સરડવા, પ્રહલાદભાઈ પંડ્યા તેમજ બજરંગ શિવણ કેન્દ્રના સંચાલક દિવ્યાબેન ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં ઉપસ્થિત તમામ આગેવાનોએ રૂકમણી સૌંદર્ય કૌશલ્ય કેન્દ્રના સફળ સંચાલન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.#Morbi #MorbiNews #SevaBharati #WomenEmpowerment #SkillDevelopment #MorbiUpdate