લોક હિતાર્થ નારાયણ સરોવરથી સોમનાથ સુધીની પદયાત્રાએ નીકળેલા ભગવતગીરી બાપુની ઉપસ્થિતિમાં આયોજન મોરબી : કચ્છના નારાયણ સરોવરથી સોમનાથ મહાદેવ મંદિરની પદયાત્રાએ નીકળેલા સંત ભગવતગીરી બાપુને આવકારી મોરબીના પરશુરામ ધામ ખાતે રુદ્રીયજ્ઞ અને શિવપુરાણનું આયોજન કરી મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો. વિશ્વ કલ્યાણ માટે નારાયણ સરોવરથી સામખિયાળી પદયાત્રાએ જઈ રહેલા સંત ભગવતગીરી બાપુ સામખીયારી ખાતે આવેલા આશ્રમમાં સંસ્કૃત પાઠશાળાના વિપ્ર પરિવારના 110થી વધુ બાળકોને વિના મુલ્યે સાંસ્કૃતિક કર્મકાંડનું જ્ઞાન આપી સેવા આપી રહ્યા છે. ત્યારે પરશુરામ ખાતે તેઓની હાજરીમાં ભગવાન પરશુરામ દાદાની આરતી તેમજ મહારૂદ્વિ યજ્ઞ કરી મહાપ્રસાદ તેમજ રાત્રીના શિવ મહાપુરાણનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સંત ભગવતગીરી બાપુ સોમનાથ મંદિર ખાતે પહોંચી પોતાની પદયાત્રા પૂર્ણ કરશે. આજે તેઓ લજાઈમાં યોગ આશ્રમ ખાતે રાત્રી રોકાણ કરશે. ત્યાં પણ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના પરશુરામધામ ખાતે યોજાયેલ ધાર્મિક કાર્યક્રમમાં ભુપતભાઇ પંડ્યા, નિવૃત એએસઆઈ અને બ્રહ્મ અગ્રણી મુકુંદરાય જોશી, ડો. બી. કે. લહેરુ, ડો. અનિલ મહેતા, આર. કે. ભટ્ટ, મુકેશભાઈ જોશી, જીતુભાઇ ભટ્ટ, પૂજારી વિજય રાવલ તેમજ મુખ્ય યજમાન તરીકે રવીન્દ્ર ત્રિવેદી પરિવાર સાથે જોડાયા હતા.