મોરબી : મોરબી એલ.ઈ. કોલેજ રોડ પર આવેલ અગ્નેશ્વર મહાદેવ મંદિરે આજે ભાદરવા સુદ પૂનમના રોજ પહેલા શ્રાદ્ધના દિવસે રુદ્રાયજ્ઞનું આયોજન વિશ્વશાંતિ તથા પિતૃઓના મોક્ષાર્થે કરવામાં આવ્યું હતું. જેમાં 5 દંપતીઓએ યજમાન સ્થાને રહી યજ્ઞમાં આહુતિ આપી મહાદેવની પૂજા-અર્ચના કરી હતી. આ પ્રસંગે મંદિર દ્વારા 151 બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવ્યું હતું.