મોરબી : મોરબીમાં જાહેરનામા મુજબ જરૂરી ચીજ વસ્તુઓના વેચાણ તેમજ સેવા સાથે સંકળાયેલા લોકોએ RTPCR નો ટેસ્ટ નેગેટિવ હોવાનો પુરાવો રાખવો જરૂરી છે. જેને ધ્યાને લઈને પાલિકા ખાતે આવતીકાલે તા.13ના રોજ સવારે 9થી બપોરે 4 કલાક સુધી RTPCR ટેસ્ટનો કેમ્પ રાખવામાં આવ્યો છે. આ કેમ્પમાં ટેસ્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવનાર છે.