હિંદુ સંગઠનો દ્વારા તાત્કાલિક ગેરકાયદે દુકાનો અને કતલખાના સામે કાર્યવાહીની માંગણી સાથે ઉગ્ર આંદોલનની ચેતવણીમોરબી અપડેટ : મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલા એક આરટીઆઈ (RTI) ના જવાબમાં ખુલાસો થયો છે કે મોરબી શહેરમાં મંજૂર કતલખાનાઓની સંખ્યા 0 છે, તેમજ લાયસન્સ ધરાવતી નોનવેજ અને માછલી વેચાણની દુકાનોની સંખ્યા પણ 0 છે. છતાં પણ શહેરમાં ખુલ્લેઆમ ગેરકાયદેસર કતલખાના ધમધમી રહ્યા છે. ત્યારે આ બાબતે હિંદુ સંગઠનો દ્વારા તાત્કાલિક ગેરકાયદે દુકાનો અને કતલખાના સામે કાર્યવાહીની માંગણી સાથે ઉગ્ર આંદોલનની ચેતવણી ઉચ્ચારી છે.આ મુદ્દે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ખુલ્લો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. હિંદુ સંગઠનોએ મહાનગરપાલિકાની નિષ્ક્રિયતા સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે. સનાતન ગ્રુપ દ્વારા તો સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો તત્કાલિક નક્કર કાર્યવાહી નહીં થાય તો પ્રેસ કોન્ફરન્સ કરીને પુરાવા સાથે મહાનગરપાલિકાને જડબાતોડ જવાબ આપવામાં આવશે અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાશે.સંગઠનોની સ્પષ્ટ માંગ છે કે માત્ર તહેવારોમાં કે શ્રાવણ મહિના પૂરતી નહીં પરંતુ કાયમી ધોરણે આ ગેરકાયદેસર કતલખાનાઓ બંધ થવા જોઈએ. તેમજ પ્રશાસન તાત્કાલિક સ્થળ તપાસ કરી, લાયસન્સ વિના ચાલતા આ તમામ કતલખાનાઓ સામે કડક કાર્યવાહી નહીં કરે, તો આગામી દિવસોમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા લોકશાહી અને કાયદાકીય માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #VHP #BajrangDal #SanatanGroup #GauRakshak #MorbiMunicipalCorporation #HinduSamaj #IllegalSlaughterHouseBan