મહેન્દ્ર પટેલ સાથે જોડાયેલા 300 આરટીઆઇ એક્ટિવિસ્ટને જવાબ આપવા હાજર થવા સમન્સમોરબી : તાજા ભૂતકાળમાં મોરબીના શિક્ષકને આરટીઆઇ એક્ટિવિસ્ટ દ્વારા દબાણ કરવાનો કિસ્સો હજુ તાજો જ છે ત્યાં અનેક શાળાઓ અને શાળા સંચાલકો પાસેથી તોડ કરવા પ્રકરણમાં ઝડપાયેલા આરટીઆઇ એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ વિરુદ્ધ ગુન્હો નોંધાયા બાદ સીઆઇડી ક્રાઈમ દ્વારા મહેન્દ્ર પટેલ સાથે જોડાયેલ 300 જેટલા આરટીઆઇ એક્ટિવિસ્ટને સમન્સ કરી તપાસનો ધમધમાટ શરૂ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.તોડના અનેક કિસ્સાઓ બાદ સીઆઇડી ક્રાઇમ ગાંધીનગર ઝોન પોલીસ દ્વારા આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેન્દ્ર નાનુભાઇ પટેલ વિરુદ્ધ આઇપીસી કલમ 384, 389, 170 મુજબનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવેલ હતી. ગુનાના આરોપી વિરૂધ્ધ વધુ 4 ગુના દાખલ થયેલા છે. ગુનાની તપાસ દરમ્યાન પુરાવા પ્રાપ્ત થયેલ કે, ગુનાના મુખ્ય સુત્રધાર મહેન્દ્ર નાનુભાઇ પટેલ સાથે સમગ્ર ગુજરાત રાજ્યના 300 થી વધારે આર.ટી.આઇ. એક્ટિવિસ્ટ્સ જોડાયેલા હોય આ તમામ આર.ટી. આઇ. એક્ટિવિસ્ટ્સ દ્વારા જુદી જુદી સરકારી સંસ્થાઓ પાસેથી આર.ટી.આઇ. એક્ટ મુજબ માહિતી માગેલી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.વધુમાં મહેન્દ્ર પટેલ સાથે જોડાયેલ આરટીઆઇ કાર્યકર્તાઓએ માહિતી જાહેરહિત માટે માંગેલ કે પોતાના અંગત હિત માટે માંગવામાં આવેલ ? જે માહિતી આર.ટી.આઇ. એક્ટિવિસ્ટ દ્વારા આર.ટી.આઇ. એક્ટ મુજબ માંગેલ છે તે મેળવેલ માહિતી આધારે શું કાર્યવાહી કરવામાં આવી? તે અંગે ઉંડાણપૂર્વકની તપાસ માટે સમગ્ર ગુજરાત રાજ્યના 300 થી વધારે આર.ટી.આઇ. એક્ટિવિસ્ટ્સને સી.આર.પી.સી. કલમ-91 મુજબ સમન્સ આપી તપારા કરનાર અધિકારી દ્વારા જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેવા આદેશ કરવામાં આવતા સનસનાટી મચી જવા પામી છે.