મોરબી : રાજ્ય સરકાર દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા જાહેર કરાતા સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી દ્વારા મોરબીમાં અલગ-અલગ બે સ્થળે બ્રહ્મ પરિવારના બાળકો માટે RTE હેઠળ પ્રવેશ માટેના ફોર્મ નિઃશુલ્ક ભરી આપવામાં આવશે. સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ભુદેવ આવશ્યક સેવા પ્રકલ્પ અંતર્ગત બ્રાહ્મણ પરિવારનાં બાળકો માટે RTE અંતર્ગત બાળકોનાં શાળા પ્રવેશ માટે તારીખ ૨૫/૬/૨૦૨૧ થી ૫/૭/૨૦૨૧ સુધી નિ:શુલ્ક ફોર્મ ભરી આપવામાં આવશે. રાઈટ ટૂ એજ્યુકેશન હેઠળ પ્રવેશ ફોર્મ માટે ડોક્યુમેન્ટમાં જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, બાળક અને માતા/પિતાનું આધાર કાર્ડ, જાતિનો દાખલો, આવકનો દાખલો, બાળક અથવા વાલીની બેંક પાસબુક, પાસપોર્ટ સાઈઝ ફોટો, માતા/પિતાની સહીનો નમૂનો, બીન અનામત વર્ગનો દાખલો સાથે રાખવાનો રહેશે અને સાર્થક વિદ્યામંદિર, એલ.ઈ.કોલેજ રોડ, મોરબી તેમજ લાભ એસોસિએટ્સ, ઓમ શોપિંગ સેન્ટર, રવાપર રોડ, મોરબી ખાતે સવારે 9 થી 11 અને બપોરે 4 થી 6 દરમિયાન આવવાનું રહેશે. વધુ માહિતી માટે સચિનભાઇ વ્યાસ મો. ૯૭૨૭૪ ૬૪૧૬૪, કિશોરભાઈ શુક્લ(પ્રમુખ) મો. ૯૮૨૫૭ ૪૧૮૬૮, કેયુરભાઈ પંડ્યા(મહામંત્રી) મો. ૯૪૨૯૪ ૮૪૪૪૦ નો તારીખ 21 જૂનથી સવારે 10 થી 11 અને બપોરે 4 થી 6 દરમિયાન સંપર્ક કરી શકાશે.