મોરબી : મોરબી નગરપાલિકા ખાતે આજે વેપારીઓ અને અન્ય ધંધાર્થીઓ માટે આજે RTPCRનો ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજે બપોર સુધીમાં 40થી વધુ લોકોના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને હજુ પણ ટેસ્ટ કરાવવાની કામગીરી ચાલુ છે. મોરબીમાં જાહેરનામા મુજબ જરૂરી ચીજ વસ્તુઓના વેચાણ તેમજ સેવા સાથે સંકળાયેલા લોકોએ RTPCRનો ટેસ્ટ નેગેટિવ હોવાનો પુરાવો રાખવો જરૂરી છે. ખાસ કરીને વેપારીઓ, રીક્ષાચાલકો કે અન્ય કોઈપણ ધંધા સાથે સંકળાયેલા લોકોને રોજબરોજના કામો માટે અનેક લોકોના સંપર્કમાં આવવાનું હોય છે. ત્યારે કોરોનાનો ચેપ ન ફેલાય તે માટે આવા વેપારીઓ અને અન્ય ધંધા સાથે સંકળાયેલા લોકોને કોરોના ટેસ્ટ ફરજીયાત કરવાનું ફરમાન જાહેર કરાયા બાદ આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી અલગ અલગ સ્થળે RTPCR ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આથી, વેપારીઓ અને રીક્ષાચાલકો મળીને 300 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. પરંતુ એમાંથી એકપણના કોરોના પોઝિટિવ આવ્યા નથી. આ દરમિયાન આજે મોરબી નગરપાલિકા ખાતે RT-PCR ટેસ્ટનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રીક્ષા ચાલકો અને વેપારીઓના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.