જોગજતી ઉપનગરમાં 8 ટીમો વચ્ચે રમાયેલી ટુર્નામેન્ટમાં નવાપરાની ટીમ રનર્સ અપ રહી, વિવિધ આગેવાનોની ઉપસ્થિતિમાં ટ્રોફી એનાયત કરાઈવાંકાનેર : વાંકાનેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના શતાબ્દી વર્ષ અંતર્ગત જોગજતી ઉપનગર ખાતે એક ભવ્ય યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનના ભાગરૂપે યુવાનો માટે વિશેષ ક્રિકેટ ટુર્નામેન્ટ પણ યોજવામાં આવી હતી. જેમાં વાંકાનેરની ભાટિયા સોસાયટીની ટીમે શાનદાર પ્રદર્શન કરી ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો છે.આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વાંકાનેરની ભાટિયા સોસાયટી, મિલપ્લોટ, નવાપરા, વિશિપરા સહિતના વિવિધ વિસ્તારોમાંથી કુલ 8 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રોમાંચક મેચોના અંતે ભાટિયા સોસાયટીની ટીમ ચેમ્પિયન બની હતી, જ્યારે નવાપરા વિસ્તારની ટીમ રનર્સ અપ રહી હતી. વિજેતા ટીમને સ્વ. જૈમિલ ગૌતમભાઈ પ્રજાપતિના સ્મરણાર્થે જગદીશભાઈ પ્રજાપતિ અને દિનેશભાઈ પ્રજાપતિના હસ્તે ચેમ્પિયન ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા RSS ના સહકાર્યવાહ પીન્ટુભાઇ મેરજા દ્વારા બૌદ્ધિક ઉદ્ભોધન આપવામાં આવ્યું હતું. સમગ્ર આયોજનની રૂપરેખા જોગજતી ઉપનગરના વાલી ડો. વિવેક સંઘાણી દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ યુવા સંમેલન અને ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે જોગજતી ઉપનગરના યુવા કાર્યકર આદિત્યભાઈ નાવાણી, રવિભાઈ, કાર્યવાહ ધ્રુવગીરી ગોસ્વામી, સહકાર્યવાહ કિરીટભાઈ અને સામાજિક સદભાવના સંયોજક જગદીશભાઈ પ્રજાપતિ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. #Morbi #MorbiUpdate #Wankaner #WankanerNews #RSS #YouthConvention #CricketTournament #SportsUpdate #MorbiNews