કોવિડ-19 ન્યાયયાત્રા અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં કાર્યકરોએ હાજર રહેવા અપીલ મોરબી : મોરબી તાલુકા/શહેર કોંગ્રેસ સમિતિ કોરોના મૃતકોના પરિવારજનોને રૂપિયા ૪ લાખનું વળતર ચૂકવવા આવતીકાલે જિલ્લા કલેકટરને આવેદન આપશે. આવતીકાલ તા.5/1/2022ના રોજ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરની સૂચના અનુસાર મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઈ પટેલની આગેવાનીમાં તાલુકા/શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મોરબી કલેકટર કચેરીએ કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને રૂપિયા ૪ લાખનું વળતર તાત્કાલિક ચુકવવા કોવિડ-19 ન્યાય યાત્રા અંતર્ગત આવેદનપત્ર આપશે. આવેદનપત્ર સવારે ૧૧ કલાકે અપાશે.આ માટે તાલુકા/શહેરના હોદ્દેદારો-આગેવાનો- દરેક કાર્યકરોને સમયસર હાજરી આપવા તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે ડી પડસુંબિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઇ કાવર તેમજ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઈ પટેલની યાદી જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..