છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપીને એલસીબીએ ઝડપ્યો મોરબી : લીલાપર ગામની સીમમાં આવેલ ગોડાઉનની ઓરડીઓમાંથી વિદેશીદારૂની બોટલો નંગ ૮૯૮૮ કિ.રૂ. ૪૦,૫૧,૮૦૦/-નો મુદામાલ પકડાયેલ હતો. જે ગુનામાં છ માસથી નાસતા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાંચે પકડી પાડ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.૨૮/૦૯/૨૦૨૨ ના રોજ લીલાપર રાધે પાર્ટી પ્લોટની પાછળ, શીવ ગૌશાળા સંચાલીત ગીર ગાય ગૌશાળા એન્ડ ડેરી ફાર્મની બાજુમાં આવેલ ગોડાઉનની ઓરડીઓમાંથી વિદેશી દારૂની બોટલો નંગ- ૮૯૮૮ કિ.રૂ. ૪૦,૫૧,૮૦૦/- ના મુદામાલ સાથે મિત વિજયભાઇ ચૌહાણ રહે. મોરબી વાળાને પકડેલ. જે ગુનામાં દિપકસિંહ ખોડુભા વાઘેલા રહે. મોરબી તથા ચેતનસિંહ રવિન્દ્રસિંહ ચૌહાણ રહે. શનાળારોડ, ગુજરાત હાઉસીંગ બોર્ડ, મોરબી તથા સોનારામ દુદારામ કડવાસરા રહે.બાડમેર, રાજસ્થાન વાળાઓને અટક કરવામાં આવેલ. જે ગુનામાં ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપી ચંદ્રસિંહ સરદારસિંહ ઝાલા રહે. લજાઇ તા.ટંકારા જી. મોરબી વાળાનુ નામ તપાસ દરમ્યાન ખુલવા પામેલ હતી. જેની તપાસ કરતા તે છેલ્લા છએક માસથી નાસતો ફરતો હોય જે આરોપી રવિરાજ ચોકડી ખાતે હોવાની હકિકત પેરોલ ફર્લો સ્ટાફના પો.હેડ કોન્સ. જયવંતસિંહ ગોહીલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાને મળતા ઉપરોકત સ્થળે તપાસ કરતા આરોપી ચંદ્રસિંહ સરદારસિંહ ઝાલા ઉ.વ. ૩૦ રહે. લજાઇ તા.ટંકારા વાળો મળી આવતા મોરબી તાલુકા પો.સ્ટે. સી-પાર્ટ ગુ.ર.નં.૧૫૭૫/૨૦૨૨ પ્રોહી. એકટ કલમ-૬૫(એ)(ઇ),૧૧૬(બી), ૮૧,૮૩,૮૬, મુજબના ગુનાના કામે હસ્તગત કરી આગળની ઘટીત કાર્યવાહી હાથ ઘરેલ છે. આ કામગીરીમાં ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.