ભેજબાજો નવા બેંકના ખાતા માટેની વેલકમ કીટ બ્લુડાર્ટ કુરીયર મોકલી ઓનલાઈન ટ્રાન્જેકશન કરાવીને ધૂબો માર્યો મોરબી : મોરબીમાં વધુ એક દંપતી સાથે ઓનલાઈન ફ્રોડ થયાની વિગતો સામે આવી છે. જેમાં ભેજબાજો નવા બેંકના ખાતા માટેની વેલકમ કીટ બ્લુડાર્ટ કુરીયર મોકલી ઓનલાઈન ટ્રાન્જેકશન કરાવીને ધૂબો માર્યો હતો અને રૂ.૯૦,૩૧૨નું ઓનલાઈન ફ્રોડ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી મનોજભાઇ રામજીભાઇ (ઉવ. ૩૭ ધંધો વેપાર રહે. મોરબી એસ.પી.રોડ આઇકોન રેસીડેન્સી વીગ-એફ. ફલેટ નંબર ૬૦૩, મોરબી મુળ નથુવડલા તા.ધ્રોલ જી.જામનગર) બે મોબાઇલ નંબરનો ધારક કે જે ટ્રાન્જેકશન લીંક મોકલનાર ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૫/૬/૨૦૨૨ના રોજ મોરબી રવાપર ઘુનડા રોડ, વૈદહી પ્લાઝા ખાતે ફરીયાદીની નવા બેંકના ખાતા માટેની વેલકમ કીટ બ્લુડાર્ટ કુરીયરમાં આવેલ હોય જેના ડોકો નંબર ફરીયાદી ભુલી જતા બ્લુડાર્ટની ઓનલાઇન સાઇટમાં સર્ચ કરતા તેમા આવેલ નંબર મળતા જેમા વાત કરતા પોતે બલુડાર્કટ કરીયરની ઓળખ આપી ફરીયાદીને લીંક મોકલી તેમાથી ઓનલાઇન રૂપીયા-બેનુ ટ્રાન્જેકશન કરવા સમજાવતા ફરીયાદીએ આરોપીના જણાવ્યા મુજબ ફરીયાદીના ખાતાના UPI તથા ફરી.ની પત્નીના એકાઉન્ટના UPI મારફતે રૂપીયા બેનુ ટ્રાન્જેકશન કરતા ટ્રાન્જેકશન સબમીટ થયાની સાથે જ ફરીયાદીના બેંક ઓફ બરોડા બેંકના ખાતામાંથી રૂપીયા ૩૪૯૧૫ તથા એચ.ડી.એફ.સી.બેંકના ખાતામાંથી રૂપીયા ૧૦૦૦૦ મળી રૂપીયા ૪૪૯૧૫ તથા તથા ફરી.ની પત્નીના ખાતામાંથી કટકે કટકે રૂપીયા ૪૫૩૯૭ મળી ઓનલાઇન રૂપીયા ફ્રોડ કરેલ હોય જેમા આરોપીએ ફલીપકાર્ટમાં ખરીદી તેમજ રીચાર્જ જે રૂપીયા ૩૫૩૯૭ ફરીયાદીના પત્નીના ખાતામાં પાછા જમા થઇ ગયેલ આમ આરોપીએ પોતાની ખોટી ઓળખ આપી ફરી તથા ફરીયાદીના પત્નીના ખાતામાંથી ઓનલાઇન ૯૦૩૧૨ ઓનાલાઇન ફોર્ડ છેતરપીંડી કરી હતી.