કાલે શુક્રવારે રજિસ્ટ્રેશનનો છેલ્લો દિવસ : અત્યાર સુધીમાં 1.15 લાખ ખેડૂતોએ કરાવ્યું રજિસ્ટ્રેશનમોરબી : મોરબી જિલ્લામાં કમોસમી વરસાદને લીધે થયેલી નુકસાની બદલ સરકાર દ્વારા કૃષિ સહાય આપવામાં આવી રહી છે. જેમાં છેલ્લા બે દિવસમાં જિલ્લાના 17,500 જેટલા ખેડૂતોના ખાતામાં રૂ.54 કરોડથી વધુ રકમ જમા કરવામાં આવી હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. વધુમાં આવતીકાલે શુક્રવારે રજિસ્ટ્રેશન માટેનો છેલ્લો દિવસ છે. જે ખેડૂતોએ હજુ સુધી રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય, તેઓને રજિસ્ટ્રેશન કરાવવા અપીલ કરાઈ છે. બીજી તરફ અત્યાર સુધીમાં હળવદ તાલુકાના 22464, માળિયા મિયાણા તાલુકાના 17422, મોરબી તાલુકાના 34349, ટંકારા તાલુકાના 17704 અને વાંકાનેર તાલુકાના 23509 મળી કુલ 1,15,448 ખેડૂતોએ કૃષિ સહાય મેળવવા માટે અરજી કરી દીધી છે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.