મહિલા સહિત છ આરોપીઓ વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદમોરબી : મોરબી શહેર જિલ્લામાં ઓનલાઈન છેતરપિંડીના અનેક બનાવો બનવા છતાં નાગરિકો લોભ લાલચમાં આવી પૈસા ગુમાવી રહ્યા છે ત્યારે આવા જ વધુ એક કિસ્સામાં મહિલા સહિતના છ આરોપીઓએ શેરબજારમાં ઉંચા નફાની લાલચ આપી મોરબીના વેપારી સાથે રૂ.1.54 કરોડથી વધુની છેતરપિંડી કરતા બનાવ અંગે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના એસપી રોડ પર સિલ્વર હાઇટ્સ એપાર્ટમેન્ટમાં રહેતા વિશાલ ભરતભાઇ મણવર નામના વેપારીને ગત તા.25 જુલાઈના રોજ અનન્યા શ્રીનિવાસન નામની મહિલાએ ફોન કરી આઇપીઓમાં રોકાણ કરી ઉંચો નફો કમાવવાની લાલચ આપતા આરોપી અનન્યા શ્રીનિવાસનની વાતોમાં આવી ગયેલા વેપારીએ અલગ અલગ સમયે રૂ.1,54,10,000 અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા.જો કે, બાદમાં વેપારી વિશાલ મણવરને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતા બનાવ અંગે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મોબાઈલ નંબર અને બેન્ક એકાઉન્ટના આધારે છ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.