જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાના હસ્તે સહાય અર્પણ કરાઈ મોરબી : વડાપ્રધાનના બંદોબસ્ત દરમિયાન આત્મહત્યા કરી લેનાર પીએસઆઈના પરિવારને પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજકો દ્વારા રૂ. 1.11 લાખની સહાય અર્પણ કરવામાં આવી છે. આ સહાય મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાના હસ્તે આપવામાં આવી હતી. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવ્યા હતા. ત્યારે તેઓ કેવડીયા ખાતે પધારવાના હોય ત્યાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ વેળાએ ત્યાં ફરજ પર રહેલા નવસારીના પીએસઆઈ ફિણવિયાએ સાથી પીએસઆઇની રિવોલ્વર લઈને પોતાની જાતને ગોળી ધરબી દઈને આપઘાત કરી લીધો હતો. આ પીએસઆઈના પરિવાર પ્રત્યે સંવેદનશીલતા બતાવીને મોરબીના પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજક અજયભાઈ લોરીયા દ્વારા તેમને આર્થિક સહાય અર્પણ કરવાનો નિર્ણય કરાયો હતો. જે મુજબ પીએસઆઈના પરિવારને રૂ. 1,11,111ની આર્થિક સહાય મોરબી એસપી ડો. કરનરાજ વાઘેલાના હસ્તે અપાઈ હતી. ઉલ્લેખનીય છે કે આયોજક અજયભાઈ લોરીયા દ્વારા અનેક શહીદ જવાનોના પરિવારને ત્યાં જઈને પણ અઢળક સહાય આપવામાં આવી છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274