જુના પુસ્તકો, કપડાં, રમકડાં અને બુટ-ચપ્પલ સહિતની વસ્તુઓ જરુરુતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવશે મોરબી : મોરબી મહાનગર પાલિકા બન્તાની સાથે જ કોર્પોરેશન દ્વારા અવનવા પ્રોજેક્ટ્સ અમલી બનાવવામાં આવી રહ્યા છે જે અંતર્ગત મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ આવા જ એક અનોખો RRR એટલે કે રીડયુસ, રીયુઝ અને રી-સાયકલના સૂત્ર સાથે મોરબીના સુખી સંપન્ન લોકોનેબી પોતાના માટે બિનઉપયોગી લાગતી વસ્તુઓ કોર્પોરેશનને આપવા અપીલ કરી આ ચીજ વસ્તુઓ જરૂરતમંદ લોકો સુધી પહોંચાડવા માનવતાભર્યું કાર્ય શરૂ કરવા જાહેરાત કરી છે.મોરબી નિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ આવતીકાલ તા. 7 ને શુક્રવારથી શહેરના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા રેનબસેરા ખાતે RRR એટલે કે રીડયુસ, રીયુઝ અને રી-સાયકલના સૂત્ર સાથે નવતર પ્રયોગ હાથ ધરી મોરબીની સામાજિક, ધાર્મિક સંસ્થાનો તેમજ સુખી સંપન્ન લોકોને જુના પુસ્તકો, કપડાં, રમકડાં અને બુટ-ચપ્પલ સહિતની વસ્તુઓ RRR સેન્ટર ખાતે જમા કરાવવા માટે અનુરોધ કર્યો છે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, સંસ્થાનો તેમજ સુખી સંપન્ન લોકો પાસેથી પ્રાપ્ત થયેલ ચીજ વસ્તુઓ જરૂરત મંદ લોકો સુધી પહોંચાડવામાં આવશે.