મોરબી : હાલમાં સમગ્ર વિશ્વ કોરોના વાયરસ નામની વૈશ્વિક મહા મારી સામે લડી રહ્યું છે. જેમાં અનેક લોકો સેવાકીય પ્રવૃતિઓ, આર્થિક યોગદાન સહિતની સહાય દ્વારા પોતાનો ફાળો આપી રહ્યા છે. ત્યારે રોયલ ક્ષત્રિય ઠાકોર સેના, મોરબી જિલ્લા ટીમ દ્વારા ત્રાજપર ગામમાં ગંગાસ્વરૂપ બહેનોને રાસન કીટ વિતરણ કરવામાં આવી હતી. મોરબીના ત્રાજપર ગામમાં એક ગંગાસ્વરૂપ બહેને રોયલ ક્ષત્રિય ઠાકોર સેનાના આગેવાન ધનજીભાઈ સંખેશરીયાને જણાવ્યું હતું કે તેમને વિધવા પેન્શન કે અન્ય કોઈ યોજનાનો લાભ મળતો નથી. લોકડાઉનના પગલે મજુરી કામ માટે બહાર જઈ શકે તેમ નથી. જેથી, તેમને પરિસ્થિતિ કપરી થઈ ચૂકી છે. આ વાત જાણી મોરબી જિલ્લા પ્રમુખ ભાણજીભાઈ ડાભી, પીન્ટુભાઇ સંખેશરીયા, લખમણભાઇ વરાણીયા, એડવોકેટ કલ્પેશભાઈ સંખેશરીયા, મીડિયા કન્વીનર ગોપાલભાઈ સીતાપરા, ભાવનાબેન સિસણોદા સહિતના તમામ આગેવાનોએ સાથે મળી ત્રાજપર ગામમાં રહેતી તમામ ગંગાસ્વરૂપ બહેનોને દસ દિવસ ચાલે તેટલુ રાસનની કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં, ધનજીભાઈની પુષ્પરાજ હોટલ જુના ઘુટુ રોડ સિમ્પોલો સીરામીકની બાજુમાં પુષ્પરાજ હોટેલ 24 કલાક ગરીબ જરૂરિયાતમંદ પરપ્રાંતીય શ્રમજીવીઓ માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે. જે માટે જરૂરિયાતમંદ શ્રમજીવી તેમનો સંપર્ક મોબાઇલ નંબર 98254 94363 પર કરી શકે છે.