મોરબી : રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા એલ. એન. 4 હેન્ડનો ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ અંતર્ગત રોટરી ક્લબ ઓફ જામનગર દ્વારા એલેન મેડોઝ પ્રોસ્થેટીક ફાઉંડેશન (યૂ.એસ.એ.)ના સહયોગથી તથા રોટરી ક્લબ-મોરબીના ફાઉન્ડર સભ્ય અને પૂર્વપ્રમુખ સ્વ. છબીલાલ મોહનલાલ સંઘવીનાં સ્મરણાર્થે તેમના પુત્ર રોટેરીયન નલિનભાઈ સંઘવી તથા હેમેન્દ્રભાઈ સંઘવીના સહયોગથી સ્વામી નારાયણ સંસ્કાર બ્લડબેંક-જી.આઈ.ડી.સી. ખાતે દૈનિક કાર્યો આસાનીથી કરી શકાય તે માટે આધુનિક અને વજનમાં હળવા કૃત્રિમ હાથ વિનામૂલ્યે લગાવી આપવામાં આવેલ હતા. આ કેમ્પમાં સુરત, ગોવિંદનગર (યૂ. પી.), સજ્જનપર, પાલિતાણા, નીચી માંડલ, થાનગઢ, ચોટીલા તથા મોરબીના લાભાર્થીઓ આવેલા હતા. આ કેમ્પમાં મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રીજેશભાઈ મેરજાએ દીપ પ્રાગટ્ય કરીને ઉદ્ઘાટન કરેલ હતું. તેમના પ્રાસંગિક ઉદબોધનમા તેઓએ રોટરી ક્લબ-મોરબીની સેવાકીય પ્રવૃતિઓ બિરદાવેલ હતી. આ કેમ્પમાં જામનગરથી રોટેરીયન શરદભાઈ શેઠ, રોટેરીયન આરતીબેન શેઠ, રોટેરીયન કપિલભાઈ નાગોરી, રોટેરીયન ભૈરવીબેન નાગોરીએ જહેમત લઈને કેમ્પને સફળ બનાવવા સહયોગ આપેલ હતો. પ્રોજેક્ટ ચેરમેન રોટેરીયન સિદ્ધાર્થભાઈ જોશી, રોટેરીયન પિયુષભાઈ પૂજારાએ કેમ્પને સફળ બનાવવા સહયોગ આપેલ હતો. કેમ્પમાં પ્રેસિડન્ટ રોટેરીયન અબ્બાસભાઈ લાકડાવાલાએ મહેમાનોનું સ્વાગત કરેલ અને મોરબી ક્લબની સેવાકીય પ્રવૃતિઓ વિશે જણાવેલ હતો. કેમ્પને સફળ બનાવવા માટે રોટરી ક્લબ-મોરબીના સભ્યો હાજર રહ્યાં હતાં. અંતમાં સેક્રેટરી રોટેરીયન રૂપેશ પરમાર (કવિ જલરૂપ)એ આભાર દર્શન કરેલ હતું.