મોરબી : ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને પોષણયુક્ત ખોરાક મળી રહે તો તેને રોગમાંથી જલ્દીથી સ્વસ્થ થવામાં મદદ રૂપ થઈ શકે. ત્યારે મોરબી સ્થિત રોટરી ક્લબ ઓફ મોરબીએ પણ મોરબીની ટીબી હોસ્પિટલ ખાતે આજ રોજ 12 સપ્ટેમ્બરના રોજ અત્યંત જરૂરિયાતમંદ પાંચ ટીબીના દર્દીઓને ટીબીની દવાની સાથે-સાથે દરરોજ પોષણ યુક્ત આહાર લઈ શકે તે તેવા ઉમદા હેતુથી પોષણ યુક્ત રાશન કીટ આપી હતી અને તેઓને 12 માસ માટે દત્તક લીધા હતા. આ દર્દીઓને એક વર્ષ સુધી ક્લબ દ્વારા પોષણ યુક્ત રાશન કીટ આપવાની જાહેરાત પણ કરી હતી.આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રેસિડન્ટ અમિતભાઈ પટેલ, હરીશભાઈ શેઠ, રાજવીરસિંહ સરવૈયા તથા અશોકભાઈ મહેતાએ હાજર રહી ઉમદા માનવીય અભિગમ સાથે ટીબીના દર્દીઓના આરોગ્યમાં સુધારો લાવી તેઓ ટીબી મુક્ત બને તે દિશામાં અન્ય સંસ્થાઓએ, લોકોએ પણ આગળ આવી આ અભિયાનને સાર્થક કરવા સહયોગી બનવા તેમજ ટીબી મુક્ત ભારત બનાવવા અપીલ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા ક્ષય અધિકારી ડો. ધનસુખ અજાણા, ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર પિયુષભાઈ જોષી, હેલ્થ વિઝીટર કલ્પેશભાઈ પાટડિયાએ જહેમત ઉઠાવી હતી.