મોરબી : કોરોના મહામારીના સંજોગોને હિસાબે આ વખતે સાદગીપૂર્વક તેમજ ઓછા લોકોની હાજરીમાં સોશિયલ ડિસ્ટનર્શિંગને ધ્યાને રાખીને લૂક્સ ફર્નિચર ખાતે રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આસિસ્ટન્ટ ગવર્નર અલ્કેશભાઈ ગોસલીયાએ ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે નવા વરાયેલા પ્રમુખ અને સેક્રેટરીને તેમજ બોર્ડના સભ્યોને શપથ લેવડાવ્યા હતાં. રોટરી ક્લબનું વર્ષ 30/6/2020ના રોજ પૂરું થતા આ નવાં વર્ષે નવા હોદેદારોની નિમણૂક કરવામા આવી હતી. જેમાં રોટરી ક્લબ ઓફ મોરબી પ્રેસિડન્ટ તરીકે અબ્બાસભાઈ લાકડાવાલા તેમજ સેક્રેટરી તરીકે પરમાર રૂપેશ (કવિ જલરૂપ)ની વરણી કરવામાં આવી હતી.