મોરબી : રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા 'હૂંફ' મંથલી પ્રોજેક્ટ હેઠળ દર મહિને મોરબીની જુદી-જુદી આંગણવાડીમાં જઈને સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. આ વખતે મોરબીના વજેપર ગામમાં આવેલ આંગણવાડીની સગર્ભાઓને હેલ્થી પ્રોટીન ફૂડ કીટનું વિતરણ કરવામાં આવેલ હતું. આ તકે ક્લબના પ્રેસિડન્ટ Rtn. અબ્બાસભાઈ લાકડાવાલા, સેક્રેટરી Rtn. રૂપેશ પરમાર (કવિ જલરૂપ ), Rtn. હરીશભાઈ શેઠ, Rtn. રસીદાબેન લાકડાવાલાએ હાજરી આપી પ્રોજેક્ટને સફળ બનાવવામાં મદદ કરી હતી. આ પ્રોજેક્ટનું અનુદાન પાસ્ટ પ્રેસિડન્ટ Rtn. પ્રકાશભાઈ દોશી અને Rtn. ગીતાબેન દોશીએ કર્યું હતું. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate