મોરબી : મોરબીમાં શ્રીજી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે આગામી તા. ૮ને રવિવારના રોજ પરિશ્રમ ઔષધિવન દ્વારા ઔષધીય વૃક્ષો અને ફળઝાડના રોપાઓનુ ટોકન દરે વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત વૃક્ષોના જતન અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવશે. દર વર્ષની જેમ આ વખતે પણ ચોમાસાની શરૂઆતમાં પરિશ્રમ ઔષધિવન દ્વારા ઔષધીય વૃક્ષો તેમજ ફળઝાડના રોપાઓનું ટોકન દરે વિતરણ કરવામાં આવશે. આ વિતરણ શ્રીજી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, જે.પી. ફાર્મ સામે, અજંતા ક્લોક પાસે, રાજકોટ-મોરબી હાઇવે ખાતે તા.૮ને રવિવારના રોજ સવારે ૯થી ૧૨ અને બપોર પછી ૩ થી ૬ દરમિયાન કરવામાં આવશે. લુપ્ત થતા તેમજ રોગ ઉપચારમાં ઉપયોગી એવા હરડે, બહેડા, આંબળા, પુત્રજીવીક, ઉમળો વગેરે આશીર્વાદરૂપ ઔષધીય છોડ તેમજ સીતાફળ, રામફળ, રાયણ, બોરસલી જેવા ૫૦થી વધુ જાતના રોપાઓનું ટોકન દરે વિતરણ કરવામાં આવશે.