સદનસીબે ઇમારતની નીચેની બાજુ કોઈ ન હોવાથી જાનહાનિ ટળીમોરબી : મોરબીના નવા ડેલા રોડ ઉપર આજે બપોરના સમયે જર્જરિત ઇમારતનું છજુ પડતા બે વાહનોમાં નુકસાન થયું છે. જો કે સદનસીબે આ ઇમારતની નીચે કોઈ ન હોવાથી જાનહાનિ ટળી હતી. મોરબીના નવા ડેલા રોડ ઉપર એક જર્જરિત કોમર્શિયલ ઇમારતમાં આજે બપોરના અરસામાં દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક તરફનું છજુ ધડાકાભેર તૂટી પડ્યું હતું. જેની નીચે એક માલ ભરેલી રીક્ષા અને એક ટાવેરા પડી હતી. આ બન્ને વાહનોમાં નુકસાન સર્જાયું છે. આ મામલે સ્થાનિક વડાવરિયા રજિયાબેન ઇરફાનભાઈએ જણાવ્યું કે અમે અવારનવાર રજૂઆતો કરી છે પણ મહાપાલિકાએ થોડો જ ભાગ હટાવી સંતોષ માની લીધું હતું. અમારી કારને નુકસાન થયું છે. સારું છે બપોરનો સમય હતો એટલે કોઈ અહીંથી પસાર થઈ રહ્યું ન હતું. નહિતર અહીં મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોય છે. રિક્ષાચાલક ચા પીવા ગયા અને બચી ગયાછજુ એક માલ ભરેલી ઓટો રીક્ષા માથે પડતા રિક્ષામાં મોટાપાયે નુકસાની સર્જાઈ છે. આ મામલે રીક્ષા ચાલકે જણાવ્યું જે તેઓને માલ લઈને ટંકારા નીકળવાનું હતું. માલ રિક્ષામાં ભરાઈ ગયો હતો. હું સામે પીવા ગયો હતો. ત્યારે ઓચિંતુ છજુ તેઓની રિક્ષાની માથે પડ્યું અને રિક્ષાને ભારે નુકસાન થયું છે.