વાંકાનેર : વાંકાનેરમાં આજે વિચિત્ર ઘટના ઘટી છે. નવાપરામાં ડીજેના અવાજ અને કંપનને કારણે એક કોમ્પલેક્ષના છજા નીચે પડી ગયા હતા. જો કે આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી. પરંતુ દુકાનધારકોને નુકસાન સહન કરવું પડ્યું હોવાનું જાણવા મળ્યું છે.