મોરબી : મોરબી શહેરના નવલખી રોડ ઉપર યમુનાનગરમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમી રહેલ અંજનાબેન ધવલભાઇ ચુડાસમા, ગીતાબેન રમેશભાઇ ધરજીયા, હંસાબેન સુરેશભાઇ ઉઘરેજા, પુજાબેન અનીલભાઇ ચૌહાણ, રંજનબેન અમરશીભાઇ દેગામા તીનપતિનો જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. દરોડા દરમિયાન પોલીસે રોકડા રૂપિયા 3600 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.