થેલીમાં રહેલી કુલ રકમ અને લૂંટની રકમ હજુ સુધી જાહેર ન થઈ : બનાવને લઈને અનેક તર્ક વિતર્ક મોરબી : મોરબીના ધોળે દિવસે સરાજાહેર લૂંટના બનાવમાં ભોગ બનનાર આંગડિયા પેઢીનો કર્મચારી નીકળ્યો છે. તેને પોલીસ ફરિયાદ નોંધાવી દીધી છે. જેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ પણ ચલાવ્યો છે. પણ આ બનાવ ભારે આંટીઘૂંટી વાળો જણાઈ રહ્યો હોય અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. મોરબીમાં સરાજાહેર હત્યાઓના સિલસિલા બાદ આજે ફરી એકવાર બિહાર જેવી સરાજાહેર ગુંડાગીરી સામે આવતા કાયદો અને વ્યવસ્થાના ચીંથરેહાલ થયા હતા.જેમાં રવાપર રોડ ઉપર લીલાલહેર પાસે બાઈક ઉપર આવેલા બે શખ્સોએ એક યુવાનને આંતરી બંદૂકના નાળચે રોકડ લૂંટવા પ્રયાસ કર્યા બાદ અને જાગૃત નાગરિકોએ પ્રતિકાર કરતા બન્ને શખ્સ નંબર પ્લેટ વગરના મોટર સાયકલમાં લૂંટ ચલાવીને નાસી છૂટ્યા હતા.અને સમગ્ર ઘટના સ્થાનિકોના કેમેરામાં કેદ થઈ જતા વિડીયો વાયરલ થયો છે અને ભોગ બનનાર ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. મોરબીના પંચાસર રોડ ઉપર રહેતો વસંતભાઈ ગંગારામભાઈ બાવરવા નામના યુવાને આ મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તે આંગડિયા કમિશન તરીકે કામ કરતો હોય આજે બપોરના સમયે રોકડ ભરેલો થેલો લઈને રવાપર ચોકડીથી જુના બસ સ્ટેન્ડ તરફ જતો હતો. ત્યારે મોરબીના રવાપર રોડ ઉપર બાપાસીતારામ ચોક નજીક લીલાલહેર પાસે આજે ભરબપોરે ધોળે દહાડે નંબરપ્લેટ વગરના મોટર સાયકલ ઉપર ઘસી આવેલા બે શખસોએ રોકડ લઈને જઈ રહેલા યુવાનને આંતરી બંદૂકના નાળચે લૂંટ ચલાવી હતી પરંતુ જો કે એ બહાદુરી પૂર્વક બન્ને લુટારુઓનો સામનો કરી લુટારુને પાઈપના ઘા ઝીકી દીધા હતા અને લોકોએ પણ પાણાવાળી કરતા લૂંટારુ ભાગ્યા હતા અને લૂંટેલા રોકડનું બંડલ પડી ગયું હતું.આ બન્ને શખ્સો યુવાન પાસેથી રોકડ રકમની લૂંટ ચલાવીને નાસી છૂટ્યા હતા. કેટલી રોકડની લૂંટ થઈ તે અંગે હજુ રહસ્ય યુવાન પાસે મોટી રોકડ રકમ ભરેલો થેલો હતો.પરંતુ પ્રતિકારક થતા લૂંટારુંઓ અમુક રકમ લૂંટીને ફરાર થઈ ગયા હતા.જો કે બાકીના પૈસા પોલીસે કબ્જે કર્યા છે.આથી કેટલી રોકડની લૂંટ થઈ છે તેની સઘળી હકીકત તપાસ બાદ બહાર આવશે. ખરેખર લૂંટ કે અંગત અદાવત કારણભૂત ? આ ઘટના સમયના બેથી ત્રણ વીડિયો વાયરલ થયા છે.આ વીડિયો જોતા આ ખરેખર લૂંટનો બનાવ છે કે અંગત અદાવત કરણભૂત ? તે અનેકવાર ચર્ચા જાગી છે. જેમાં એ વીડિયોમાં આ યુવાન અને બે શખ્સો પહેલા વાતચીત કરતા દેખાઈ છે. પછી પૈસા લઈને નીકળી જાય છે અને વાતચીતમાં કરતા હોય એ સ્થળે જ બાઈક પડ્યું હોય છે. ફરી બન્ને શખ્સો એક રાઉન્ડ મારીને આવી બાઇકની ચાવી માંગે છે અને બાઇકની ચાવી ન આપતા બંને શખ્સો ચાવી અને પૈસા પડાવીને ભાગવા જાય છે ત્યારે યુવાન બન્નેને રોકવા માટે બાઈકના વહીલ આડે પાઇપ નાખે છે. આથી ઝપાઝપી અને મારમારી થઈ હતી. આ બનાવમાં હજુ ઘણી કડીઓ આવી ભેદભરમવળી હોવાથી રહસ્ય સર્જાયું છે. લૂંટારું માત્ર બે નોટોના જ બંડલ હાથમાં લીધા ! લૂંટની ઘટનામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, યુવાન પાસે મોટી નોટોના બંડલનો થેલો હતો.પણ લૂંટારુઓ તેમાંથી માત્ર બે નોટોના જ બંડલ ઉઠાવી ગયા હતા અને પાછળથી બાઈક લઈ ગયા હતા. જો ખરેખર લૂંટારુઓ જ હોય તો બધી રોડક લઈ જાય.પણ આ ઘટનામાં અમુક નોટોના બંડલ જ લઈને જ નાસી ગયા હતા. ત્યારે આ બનાવ જૂની ઉઘરાણી હોવાની ચર્ચા થઈ રહી છે. બે યુવાનોએ ભારે હિંમત દાખવી લૂંટની ઘટના સમયે મહાવીર બારડ અને પિયુષ પટેલ નામનો યુવાનો ત્યાંથી પસાર થતા હતા. યુવાનને મારતા જોઈને આ બન્ને યુવાનોએ પણ.લૂંટારુઓનો પ્રતિકાર કર્યો હતો અને યુવાનને બચાવીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડીને આ બનાવની જાણ કરી હતી.