વહેલી સવારે પેટ્રોલપંપના કર્મચારીને કટરથી ઇજા પહોંચાડી 48 હજારની લૂંટ ચલાવી હતી : પોલીસે ત્વરિત કાર્યવાહી કરી, એક કાયદા સંઘર્ષના આવેલ કિશોર પણ પોલીસની હાથવેંતમાં મોરબી : મોરબીના ટોંબડી ગામની સીમમાં આવેલ શિવાનંદ પેટ્રોલપંપે પેટ્રોલ પુરાવાના આવેલા બે બાઈક ચાલકોએ પેટ્રોલપંપના કર્મચારીને કટરના ઘા ઝીકી ઓફિસમાં રહેલા રોકડા રૂપિયા 48 હજારની લૂંટ કરીને નાસી જતા મોરબી તાલુકા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી લૂંટનો ભેદ ઉકેલી નાખી બે આરોપીઓને ઝડપી લઈ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને પકડી પાડવા તજવીજ શરૂ કરી છે. બનવા અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ટોંબડી ગામની સીમમાં આવેલ શિવાનંદ પેટ્રોલપંપમાં ગઈકાલે વહેલી સવારે પલ્સર બાઇકમાં હેલ્મેટ પહેરીને બે શખ્સ પેટ્રોલ પૂરાવવા માટે આવ્યા હતા અને પેટ્રોલ પૂરાવ્યા બાદ પેટ્રોલપંપના કર્મચારી રાહુલસિંગ વિક્રમસિગની પાછળ પાછળ ઓફિસમાં ઘુસી જઈ નાના કટર જેવા હથિયારથી જમણા હાથમાં છરકો કરી ઇજા કરી હતી અને ઓફિસમાં પડેલ વકરાના રોકડા રૂપિયા 48 હજારની લૂંટ કરી લૂંટારુઓ નાસી ગયા હતા. લૂંટની ઘટના અંગે પેટ્રોલપમ્પ માલિક રોહીતભાઇ દુર્લભજીભાઇ છનીયારાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર કે.એ.વાળાએ ટેક્નિકલ અને હ્યુમન સોર્સીસને કામે લગાડી ગણતરીની કલાકોમાં જ લૂંટની આ ઘટનાનો ભેદ ઉકેલી નાખી લૂંટ ચલાવનાર આરોપી નરેન્દ્રસિંગ દીલીપસિંગ રાવત, રહે. બેનીરી થાળુ તા.ઠોણઢ જી.અજમેર રાજસ્થાન અને ઠાકુરસીંગ ભૈરવસીંગ રાવત, રહે.ભીમગામ થાણૂ ભીમ,જીલ્લો – રાજસ્મંદ, રાજસ્થાન નામના બે શખ્સને દબોચી લઈ આ ગુન્હામાં સંડોવાયેલ એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.