નાયબ મુખ્યમંત્રીએ રૂ. ૧૫.૯૪ અને માર્ગ મકાન વિભાગે રૂ. ૩૦.૪૪ કરોડના કામોને આપી લીલીઝંડી મોરબી : રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે મોરબી અને ટંકારા તાલુકાના રૂ. ૧૫.૯૪ કરોડના રોડ રસ્તાના કામને મંજુર કર્યા છે. આ સાથે માર્ગ અને મકાન વિભાગે પણ બન્ને તાલુકાઓના રૂ. ૩૦.૪૪ કરોડના કામોને મંજુરી આપી છે. આમ બન્ને મળીને કુલ રૂ. ૪૬.૩૯ કરોડના કામો મંજુર થયા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા મોરબી, ટંકારા તાલુકામાં રોડ રસ્તાના કામોને મંજુરી આપી છે જેમાં ટંકારાના એસ.એચથી જયનગર (સાવડી) ૮.૫૦ કિમી રોડ, ૪ કિમી વાછ્કપર નેકનામ એપ્રોચ રોડ અને ૭ કિલોમીટરનો ઘુનડા (ખા) થી રસનાળ રોડ તે ઉપરાંત મોરબી તાલુકાના એન એચથી પાનેલી એપ્રોચ રોડ ૪.૪૦ કિમી, કાંતિપુર બગથળા રોડ ૭ કિમી, ટંકારાના મેઘપર ઝાલા રોહીશાળા એપ્રોચ રોડ ૪ કિમી તેમજ મોરબીના બીલીયા બગથળા રોડ ૪.૪૭ કિમી રોડને મંજુરી મળી છે આ સાથે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મોરબી તાલુકામાં નાની વાવડી બગથળા રોડ ૨ કિમિ સીસી રોડ તેમજ મોરબી બાયપાસ ૨ રફાળેશ્વર રોડ ૧૩ કિમિ બનાવવા માટે મંજુરી આપવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રીએ ૧૫.૯૪ કરોડના કામો જ્યારે માર્ગ અને મકાન વિભાગે રૂ. ૩૦.૪૪ કરોડના રોડ રસ્તાના કામોને મંજુરી આપી છે. આમ બન્ને તાલુકાઓના કુલ રૂ. ૪૬.૩૯ કરોડના કામો મંજુર થયા છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en